Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં ભારતની ભવ્ય જીત

IND vs SL, 1st ODI : ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી (113), રોહિત શર્મા (83) અને શુભમન ગિલ (70)ની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 373 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર સામે શ્રીલંકાની ટીમ આà
શ્રીલંકા સામેની પહેલી વન ડેમાં ભારતની ભવ્ય જીત

IND vs SL, 1st ODI : ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી (113), રોહિત શર્મા (83) અને શુભમન ગિલ (70)ની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 373 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર સામે શ્રીલંકાની ટીમ આખી ઓવર રમ્યા બાદ આઠ વિકેટ ગુમાવીને 306 રન બનાવી શકી હતી.

Advertisement




ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.આજની આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે મેદાન પર ઉતરર્યા હતા.હાલમાં જ ઝડપી સદી મારનાર ઈશાન કિશનના સ્થાને શુભમન ગિલને સ્થાન આપવમાં આવ્યું હતું

ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન

કેપ્ટન રોહિત શર્માએ 67 બોલમાં 83 રન માર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 3 શાનદાન છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલે 60 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. લાંબા સમય બાદ ફોર્મમાં આવનાર વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. શ્રેયસ અય્યરે 24 બોલમાં 28 રન માર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કે એલ રાહુલે 29 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા 14 રન અને અક્ષર પટેલ 9 રન બનાવી આઉટ થયા હતા. અંતે મોહમ્મદ શમી 4 રન અને સિરાજ 7 રન બનાવી ક્રિઝ પર અંત સુધી રહ્યા હતા.

Advertisement

Advertisement

બીજી પારીમાં મોહમ્મદ શમીએ 67 રન આપીને 1 વિકેટ લીધી હતી. સિરાજે 7 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિકે 6 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી હતી. ચહલે 10 ઓવરમાં 58 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રન આપીને સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.